હેલ્લો મિત્રો, આજે આપણે વાત કરીશું વાર્તા ના માધ્યમ થી.
એક ગોવાળ ની પાસે ઘણી બધી ગાયો હતી, તેની ડેરી સારી એવી ચાલતી હતી જેનાથી ગોવાળ ને સારી એવી આવક થતી હતી.
એ ગોવાળ પાસે ભેસો પણ ઘણીબધી હતી, તેનો ધંધો જામી ગયો હતો.
એક પત્રકાર એ તે ગોવાળ નું ઇન્ટરવ્યું લેવાનું નક્કી કર્યું.
ગોવાળ તો સાતઆસમાને, પેહલીવાર છાપા માં તેનું ઇન્ટરવ્યું આવાનું હતું.
પત્રકાર એ ઇન્ટરવ્યું લેવાનું શરુ કર્યું.
ગોવાળ બધા સવાલ ના જવાબ આપતો ગયો ઇન્ટરવ્યું આગળ ચાલતું રહ્યું, પત્રકારે એક સવાલ કર્યો “આટલી મોટી ડેરી ના માલીક બની ને તમને કેવું લાગે છે?” જવાબ માં ગોવાળ એ કહ્યું “આટલી બધી ગાયો અને ભેસો ગામમાં કોઈ પાસે નથી, માત્ર હું જ એક છુ જે આટલી બધી ગાયો અને ભેસો નો માલીક છે.”
પત્રકાર એ સામો સવાલ કરતાં પૂછ્યું “માલીક? શું તમે આ ગાયો અને ભેસો ના માલીક છો?”
ગોવાળ એ અટહાસ્ય કરતાં કહ્યું “આ બધા જ પશુ ઓનો માલીક હું જ છુ.”
પત્રકાર એ જવાબ માં કહ્યું. “તમે ખોટું ના માનો તો એક સવાલ પુછું?”
ગોવાળ એ હસતા હસતા કહ્યું “પૂછો પૂછો જે પૂછવું હોય એ પૂછો.”
પત્રકારે પૂછ્યું “જો આ બધી ગાયો અને ભેસો રાતોરાત ક્યાક ચાલી જાય તો તમારી ડેરી નું શું થશે?”
ગોવાળ પાસે આ સવાલ નો કોઈ જ જવાબ ના હતો .
હું તમને એક સવાલ પુછું, તમને શું લાગે આ વાર્તા ઉપરથી “માલીક કોણ? કોણ કોના પર ડીપેન્ડન્ટ છે?”
આ જ વાત તમારા જીવન માં લાગુ પડે છે, તમે કબી બી એ વિચાર કર્યો “તમે જ્યાં કામ કરો છો ત્યાં તમે કામ પર જ ના જાવ તો શું તમારા વગર કામ આગળ ચાલશે?”
જો નહી તો “તમે કંપની ના વેલ્યુએબલ એસેટ છો” અને જો હા તો તમને જવાબ ખબર જ છે.
તાજેતર ની જ વાત લઈએ તો ઘણા બીઝનેસ કોરોના ના લીધે ઠપ પડ્યા છે (ex: ટેક્ષ્ટાઈલ, આઉટડોર ઈવેન્ટ્સ, સ્પોર્ટ્સ, એજ્યુકેશન, ઇવેન્ટપ્લાનર્સ etc.)
માલીક કોણ? “તમે ખુદ માલીક છો, આજે તમે જે કઈ પણ છો એ માત્ર અને માત્ર તમારા નિર્ણય અને તમારી ચોઈસ ને લીધે”
“નેગેટીવીટી તમારી લાઈફ બરબાદ કરી શકે છે, જયારે પોઝીટીવીટી તમને હોપ આપશે આગળ વધવા માટે, હમેશા આગળ વધતા સીખો એક ને એક જગ્યા એ તો લોખંડ પણ કાટ ખાઈ જાય છે.”
“ખુદ ને એટલા બેસ્ટ બનાવો કે બધું કામ બેસ્ટ કરવાની આદત પડી જાય પછી જુવો તમે તમારી લાઈફ કેટલી ગ્રોવ્થ કરે.”
ખાલી એટલું વિચારો કે આજે તમારો લાસ્ટ ડે હોય તો તમે શું કરવા માંગશો?
બસ એ જ વસ્તુ રોજ કરો, લાઈફ તમને તમારી ડેસ્ટીની સુધી લઇ જ જશે.
“live life from one high to another” – KP
Helping Hands.
It’s very true part of our life….