સંબંધ

“સંબંધ” આ શબ્દ સાંભળતા જ દિમાગ માં અનેક વિચારો આવે જેમાં આપણા સારા અને ખરાબ અનુભવો નો સમાવેશ થાય છે.

‘જયારે સંભંધ નવો હોય ત્યારે લોકો વાત કરવાનું બહાનું શોધે છે, અને જયારે એ જ સંબંધ જુનો થાય છે ત્યારે લોકો દુર જવાનું બહાનું શોધે છે’ આ વાત નાનપણ થી આપણને જોવા મળે છે ઉદાહરણ તરીકે જયારે તમારી પાસે બાઈક આવશે તમે તમારી જૂની સાઈકલ ભૂલી જશો, લેપટોપ મળશે તો પેલા કમ્પ્યુટર ના ડબ્બા ને ભૂલી જશો, મનુષ્ય નો સ્વભાવ છે સારું મળતું હસે એટલે જૂની વસ્તુ ને છોડવામાં એ થોડો બી વિચાર ની કરે, એ એવું પણ નઈ વિચારે એ જૂની વસ્તુ એને કેટલી કામ માં આવેલી કઈ જ ની. પરંતુ સાચી વાત તો એછે કે જયારે તમે કોઈ પણ સાથે સંબંધ રાખો ત્યારે સામે વાળા પાસે થી કઈ જ અપેક્ષા ના રાખવી જોઈએ જો તમે સુખી જીવન જીવવા માંગતા હોય તો.

ઘણા લોકો જીવન માં ધન બહુ જ કમાણા હોય છે પરંતુ સંબંધ માત્ર જરૂર પૂરતા જ રાખેલા હોય આવા લોકો ને બધું જ આરામ થી મળી જશે ગાડી, બંગલો બધું જ પણ મોટા ભાગે આવા લોકો ના નસીબ માં એકલતા જ હોય છે છપ્પન ભોગ હોવા છતાં બીમારી ને લીધે જમી ના શકતા હોય પોતાનો બંગલો હોવા છતાં સંતાન વિદેશ રેતો હોય, પરંતુ ઘણા લોકો એ પોતાના જીવનકાળ માં ઘણા સારા એવા કામ કર્યા હોય સારા સંબંધો બનાવ્યા હોય તમે જોશો તો આવા લોકો દેખાવ માં તો સાવ સિમ્પલ જ લાગશે નોર્મલ જીવન જ જીવતા હસે પરંતુ ના તો એને કોઈ રોગ હસે ના તો તો કોઈ વ્યસન એની પાસે જીવન નિર્વાહ માટે પૂરતું ધન હશે અને બહુ જ બધા લોકો જે રોજ સાંજે એની સાથે વાતો કરવા રાહ જોતા હશે એક બીજા બધા જ પ્રસંગો માં સાથે જોવા મળશે.

‘જીવનમાં આપણાથી થાય એટલી મદદ આપણે બીજાને કરવી જોઈએ, અભિમાન વગર ની વાણી હેતુ વગર નો પ્રેમ , અપેક્ષા વગર ની કાળજી અને સ્વાર્થ વગર ની પ્રાથના, એ જ સાચો સંબંધ.’

મનુષ્યનો સ્વભાવ છે જે વસ્તુ સરળતા થી મળે છે એનું મૂલ્ય તે ઓચ્છું આંકે છે પરંતુ આજ વસ્તુ એને જો સારો એવો ભોગ આપી ને મળી હશે તો એની કીમત એના માટે કઈક અલગ જ હશે.

આથી આવી વસ્તુ ની સાચી કીમત એ વસ્તુ એમની પાસે થી છીનવી લેવામાં આવે પછી જ એમને થાય છે.

એટલે જ કહું છુ જે તમારી પાસે છે એની કીમત કરતાં સીખો એનું ધ્યાન રાખતા સીખો બાકી પછી પસ્તાવો કરીને કઈ જ બદલી નહિ શકો.

સૌ આપણને પ્રિય હોય એ આપણી પરખ છે, આપણે સૌને પ્રિય હોય એ આપણી ઓળખ છે.

આજ વાત ને જો બીજી રીતે કેવામાં આવે તો “લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહિ અને કરેલી સેવા ક્યારેય યાદ રાખવી નહી, જીંદગી ત્યારે સારી લાગે છે જયારે જીવનમાં આપણે ખુશ હોઈએ પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જયારે લોકો આપણાથી ખુશ હોય.”

આટલું જ કેહવા માગતો હતો, ભૂલ ચૂક માફ આ આર્ટીકલ અહી જ સમાપ્ત થાય છે જતા પેહલા હજુ એક નાનકડી વાત કહેવા માંગીશ “જે વ્યક્તિ ને ખુશ જોવા માંગો છો એને અહિયા જ સુખ આપી દેજો કારણકે તાજમહાલ દુનિયાએ જોયો છે મુમતાઝે નહી..”

Helping Hands(Stay Safe)

About the author

pondabrothers

View all posts

2 Comments

  • વાહ….ખૂબ જ સરસ…જીવન ની સાચી વાસ્તવિકતા….જે આપણે જોઈ કે સમજી તોને બીજા ને સમજાવી તો શકીએ છીએ પણ જીવન માં સરળતા થી સ્વિકારી નથી શકતા…..જરૂર છે આર્ટિકલ વાચી ને ખુદ ને સુધારવાની…..ખૂબ જ સરસ આર્ટિકલ….. ખરેખર તો આ આર્ટિકલ નય પણ આપણા બધા ની વાસ્તવિકતા છે…. આપણી જિંદગી નો અરીસો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *