યુટ્યુબ કે ટીકટોક?

આજકાલ એક સર્વેય ટ્રેન્ડીંગ માં ચાલી રહ્યુ છે, યુટ્યુબ કે ટીકટોક શું યૂસ કરવું સારું જેમાં યુટ્યુબ વાળા ટીકટોક વાળા ને રોસ્ટ(નીચા દેખાડે) અને ટીકટોક વાળા યુટ્યુબ વાળા ને.

બને ટેકનોલોજી નો કન્સેપ્ટ સાવ અલગ છે. ઘણા વર્ષો થી યુટ્યુબ વિડિઓ સંચાર માટે ખુબ ઉપયોગ માં લેવાતી ટેકનોલોજી હતી જે હજુ પણ છે પરંતુ લોકોની એન્ગેજમેન્ટ ટાઈમિંગ એટલે કે કોઈ પણ કન્ટેન્ટ માં વધુ સમય લોકો ને સાંકળીરાખવા એ મુસ્કેલ બની ગયું છે લોકો ને કઈકને કઈક નવું જોતું હોય છે જેની માટે ટીકટોક ના યુસર વધી રહ્યા છે.

ઘણા લોકો નું એવું માનવું છે કે ટીકટોકના કન્ટેન્ટ બનાવા માં બહુ મેહનત નહી લગતી યુટ્યુબ ની સરખામણી માં સેમ જ ટીકટોકવાળાને યુટ્યુબ માટે.

પરંતુ જો મારા મતે હું કહું તો બને માં સરખી જ મહેનત કરવી પડે છે, તથા ઘણા લોકોએ જુદીજુદી કેટેગરી બનાવી રાખી છે લાઇક લોવર ક્લાસ ના પીપલ ટીકટોક પર અને અપર ક્લાસના પીપલ યુટ્યુબ પર આવા ઘણા બધા મિથ(myth) છે.

હું આમાંથી કોઈપણ ને સપોર્ટ નહી કરું મારા મતે બને જુદી જુદી ટેકનોલોજી છે જે તેમના યુસર ને એન્ટરટેનમેન્ટ પૂરું પાડવાનું કામ કરી રહી છે જેમાં યુટ્યુબ નો પ્રાઈમરી ગોલ ઇન્ફોરમેશન અને બીજું ઘણું ઉપયોગી તેમના યુસર સુધી પહોચાડવાનું છે જયારે ટીકટોક નો મેઈન્લી ફોકસ એન્ટરટેનમેન્ટ અને શોર્ટટર્મ એટેન્શન મેળવવું.

આટલી નાની વાત માટે યુટ્યુબ અને ટીકટોક પર હજારો લોકો રોજ કઈક ને કઈક લડાઈ કરી રહ્યા છે એક યુટ્યુબરનેતો રાતો રાત આવા જ એક વીડીઓ ને લીધે 10 million+ ફોલોવર મળી ગયા.

“મનુષ્ય” ગમે તેટલું આપો બીજાનું જોઈને પોતાની જીંદગી બગાડવા વાળું પ્રાણી એટલે મનુષ્ય.

પેલા 3-idiots મુવી માં જોયેલું ને પેલો ચતુર exam માં ફર્સ્ટ આવા માટે શું કરતો મોસ્ટલી પીપલ આજકાલ આવું જ કઈક કરી રહ્યા છે જો આ વાત તમને ખોટી લગતી હોય તો સર્ચ કરી લેજો “youtube vs tiktok” બધી જ ખબર પડી જશે.

એક વાર્તા કહીશ આના પર સાંભળજો મસ્ત છે.

એક બહુ જ ચતુર વિદ્વાન ગામે ગામે તેમના પ્રવચન આપતા ધીમે ધીમે એ બહુજ પ્રસીધી પામ્યા અને તમને બધાને તો ખબર જ છે પ્રસીધી પામે પછી મનુષ્ય ઉચા આસમાને ઉડતો થઇ જાય છે તેમ જ આ ચતુર વિદ્વાન સાથે થયું એ તેના પ્રવચનો માં પોતાની કથાઓ ઉમેરી ઉમેરી ને કેવા લાગ્યા.

એક દિવસ એ બીજા ગામે પ્રવચન દેવા માટે જવા નીકળ્યા રાત પડી ગઈ એટલે રાતવાસો કરવા એક આંગળે રાતવાસો કરવાનું વિચાર્યું એક માંડી એ ઘર માં રોટલા બનાવી રહ્યા હતા એને આ વિદ્વાન ને આશરો આપ્યો.

વિદ્વાન એ પોતાની પ્રસીધી વિષે વાતો શરુ કરી અને ભોજન ગ્રહણ કર્યું. થોડી વાર રહી ને માંડી નો પુત્ર લાકડા કાપી ને ઘરે આવ્યો. વિદ્વાન ને થયું ચાલ ને આની થોડી ફીરકી લવ.

વિદ્વાન એ કઠિયારા ને એક ફાનસ લાવા કહ્યું કઠિયારો ફાનસ લઇ આવ્યો, વિદ્વાન એ ફાનસ પર દીવાસળી કરી જ્યોત જલાવી અને પેલા કઠિયારા ને પૂછ્યું બોલ બેટા આ જ્યોત ક્યાંથી આવી?

વિદ્વાન ખુદ ને સર્વ જ્ઞાની માનતો હતો પરંતુ કઠિયારા ના જવાબે તેનું પૂરેપૂરું અભિમાન ભાંગી દીધું.

કઠિયારા એ ફૂંક મારી વિદ્વાન ને સામો સવાલ કર્યો “હે વિદ્વાન , આ જ્યોત ક્યાં ગઈ?”

વિદ્વાન ચુપ થઇ ગયા કઠિયારા એ એક વાર્તા કેવાનું શરુ કર્યું – “એક બહુ જ ધનવાન શેઠ હતા ખુબ ધનિષ્ઠ એક દિવસ નૌકા માં એક ગામ થી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તા માં તેને નાવિક ની સાથે વાતો શરુ કરી અને ધીમે ધીમે નાવિક ની તુલના પોતાની સાથે કરવા માંડ્યો. તે નાવિક ને કેહવા લાગ્યો તારી જીંદગી કેવી છે સાવ એક જગ્યા એથી બીજી જગ્યા લોકો ને પોચાડવા બસ એટલા કામ નો છે તું બીજું કઈ જ તને આવડતું નહી મને જો કેટલો પૈસાદાર છુ કેટલું ધન છે મારી પાસે આવું બધું એ બોલતો તો ત્યાં જ નૌકા એક ખડક સાથે અથડાઈ અને નૌકા માં પાણી ભરાવા લાગ્યું શેઠ ભયભીત થઇ ગયા ત્યાં જ પેલા નાવિક એ શેઠ ને પૂછ્યું શેઠ તમને તરતા આવડે? શેઠે કહ્યું નઈ. નાવિકે કહ્યું પરંતુ મને આવડે છે એટલું કહી નાવિક કુદી ગયો અને શેઠ નૌકા સાથે જ ડૂબી ગયા.”

વાર્તા પૂરી થતા જ વિદ્વાન પેલા કઠિયારા ના પગે પળી ગયા અને બોલ્યા મને માફ કરી દો હું જાણી જોયને તમારું અપમાન કરવા માગતો હતો પરંતુ તમે મને જ્ઞાત કર્યો કે હું કેટલો અજ્ઞાની છુ આજ પછી હું કદી મારી જાત પર અભિમાન નહી કરું.

કઠિયારા એ હળવું હસી કહ્યું હે વિદ્વાન તમે માફી નહી માંગો તમને તમારી ભૂલ નો પશ્ચ્યાતાપ થયો એજ તમારી માફી છે.

જતા પેહલા એટલું જ કહીસ તમે ગમે તેટલું જ્ઞાન મેળવી લો ફિર બી તમે કુદરત ની સામે તો શૂન્ય જ છો શૂન્ય (EX. covid-19).

Stay Safe Stay Home.

‘Peace is a Choice’ – KP

Helping Hands

About the author

pondabrothers

View all posts

2 Comments

  • It’s very true hmare pas kitna b achha ho pr hme dusro ka hi sbse achha lgta hai aur dusro ko hmara bhagvan ne hr kisi me ek adbhut aut adwitiy shkti bnayi hai jo sirf usi k pas hoyi hai bs hme hmari shkti janni aur phechanni hai aur uspe mhent krk aage bdhna hai….

  • Great goods from you, man. I’ve understand your stuff previous to and you are just too fantastic.
    I actually like what you’ve acquired here, certainly like what you’re saying
    and the way in which you say it. You make it entertaining and you still care for
    to keep it wise. I can not wait to read far more from you.
    This is actually a wonderful web site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *